કોરોના સંક્રમણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવા સમયે સરકારે યોગ્ય પગલા લેવાની સખ્ત જરૂરિયાત છે અને હાલ સરકાર એ અંગે સારા કાર્ય પણ કરી રહી છે. એકતરફ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યા છે. પરંતુ ભાજપ સરકારના મંત્રીઓ કોરોનામાં વધારો કેમ કરવો એ અંગે વિચાર કરી રહ્યા છે. આ અંગે કહેવાનું કારણ એટલું જ છે કે હાલ સીઆર પાટીલ કોરોના નામની વસ્તુ ગુજરાતમાં છે જ નહિ એવી રીતે સમગ્ર ગુજરાતની યાત્રા કરી રહ્યા છે. એકતરફ સરકાર કહી રહી છે કે કોરોનાના કારણે એકબીજાથી થોડું અંતર રાખો. પરંતુ આ ભાજપ પ્રમુખેતો સરકાર અને કોરોનાનો સેજમાંત્ર પણ ડર નથી એવું સાબિત કરી દીધું છે. આ માત્ર શબ્દોથી જ નહિ પરંતુ આ ઘટનાના ઘણા પુરાવાઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે.
હાલ સોસીયલ મીડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજીનામુ ફરી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ બનાવેલા પ્રજા શક્તિ ફ્રન્ટના પ્રવકતા પાર્થેશ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજીનામું તૈયાર કરીને ટ્વીટર પર મૂક્યું છે. અને હાલ એ રાજીનામું સોસીયલ મીડિયામાં વાયરલ થયું છે. આ રાજીનામું તૈયાર કરવાનું કારણ પણ ચોંકાવનારૂ છે.