અનામત માટે હાલ ચોકોર ભારે આંદોલન ચાલી રહ્યુ છે. એક તરફ રીઝર્વ કેટેગરી અનામતને અકબદ્ધ રાખવા લડત આપી રહી છે તો બીજી તરફ સવર્ણ જાતીઓ અનામત માટે લડત ચલાવી રહી છે. ત્યારે ગુજરાતમાં જ નહી પરંતુ દેશભરમાં રીઝર્વેશન ફ્રી ઈંડીયાની પણ લડત ચાલી રહી છે. જી હા પાર્થેશ પટેલ નામની વ્યક્તીએ શરુ કરેલી રીઝર્વેશન ફ્રી ઈંડીયા નામની વેબસાઈટ સાથે 25 હજારથી વઘુ લોકો જોડાઈ ચુક્યા છે.
ગત તારીખ 25મી ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાર્દીક પટેલની આગેવાનીમાં લાખોની મેદની વચ્ચે અનામત માટે મહારેલી યોજાઈ. તે રેલીમાં પાર્થેશ પટેલ અને તેના મિત્રો પણ હાજર હતા. જો કે રેલી બાદ પાર્થેશે દેશમાં રીઝર્વેશન હોવુ જ ન જોઈએ તેવુ નક્કી કર્યુ અને www.reservationfreeindia.com નામની વેસબાઈટની શરુઆત કરી. તેનુ ટ્વીટર, ફેસબુક અને ઈનસ્ટાગ્રામના મારફતે માર્કેટીંગ પણ કર્યુ આજે હજારોની સંખ્યામાં તેને લોકોના લાઈક્સ મળી રહ્યા છે. તો જે લોકો આ લડતમાં જોડાવા માંગતા હોય તેવા લોકોમાટે એક ફોર્મ પણ મુકવામા આવ્યુ છે અને 25 હજારથી વધુ લોકો ફોર્મ ભરીને રીઝર્વેશન મુક્ત ભારતના નિર્માણના આ કોન્સેપ્ટને લીલી ઝંડી આપી ચુક્યા છે.