Parthesh PatelParthesh PatelParthesh Patel
parthesh4india@gmail.com
Gujarat, India
Parthesh PatelParthesh PatelParthesh Patel

પીપલ, પાવર અને પોલિટિક્સ માં આજનું યુથ

  • Parthesh Patel
  • news
  • પીપલ, પાવર અને પોલિટિક્સ માં આજનું યુથ
વિશ્વમાં સૌથી વધુ યુવાઓની સંખ્યા ભારતમાં છે. દેશની કુલ વસ્તીના 35 ટકા યુવાનો છે. આગામી વર્ષ માં ભારતીય રાજકારણમાં યુવાન નેતાગીરી વધુ મજબૂત થઈ રહી છે તેવા અણસાર આવી રહ્યા છે.
વિશ્વમાં કોઈપણ પરિવર્તન કે ક્રાંતિ યુવાનોની મદદ વગર શક્ય બની નથી કે  નથી બનવાની. જગતની કોઈપણ ક્રાંતિકારી ઘટના લઈ લો કે પુરાતન કાળથી અત્યાર સુધીના કોઈપણ યુદ્ધોને જોઈ લો. યુવાન વગર તે ક્રાંતિકારી ઘટના ક્યારેય ઘટી નથી કે પુરાતન કાળના કોઈપણ યુદ્ધો યુવાનો વગર તેમના જોમ અને જુસ્સા વગર ક્યારેય જીતાયા નથી. વૃદ્ધો વિચાર આપી શકે છે, જ્યારે યુવાનો વિચારને અમલમાં મૂકીને આમૂલ પરિવર્તન આણી શકે છે. જો કે યુવાનોમાં જેટલો જોશ હોય છે, તેટલો તેમનામાં હોશ હોવાની ઘટનાઓ બહુ ઓછી છે.
છેલ્લા એક દાયકાથી ભારતીય રાજકારણનો ચહેરો બદલાઈ રહ્યો છે. લોકસભાની ગત ચૂંટણીમાં ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ યુવાન સાંસદો ચૂંટાઈને દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. આજે કેટલાય યુવાનો રાજકારણમાં અગ્રેસર છે. કેટલાય મંત્રી બનીને નેતૃત્વની ભૂમિકામાં પણ છે. આ પેઢી જૂની પેઢીથી જુદી પડીને વિચારે છે. અત્યારે રાજકારણમાં જેટલા પણ યુવાનો આવી રહ્યા છે એમાં મોટા ભાગના રાજકીય પૃષ્ઠિભૂમિ ધરાવે છે. જો કોઈ સામાન્ય ઘરનો યુવાન રાજકીય ફલક પર ટોચે પહોંચશે તો તે યુવાનોનો રોલ મોડેલ બની શકે છે.