Parthesh PatelParthesh PatelParthesh Patel
parthesh4india@gmail.com
Gujarat, India
Parthesh PatelParthesh PatelParthesh Patel

નરેન્દ્ર મોદીનાં આઈ.ટી.ઈન્ચાર્જને શંકરસિંહ ‘હેક’ કરી ગયા

  • Parthesh Patel
  • news
  • નરેન્દ્ર મોદીનાં આઈ.ટી.ઈન્ચાર્જને શંકરસિંહ ‘હેક’ કરી ગયા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ વેબસાઈટ પર લાખો કરોડો વિઝિટરની હિટ અપાવનાર ગાંધીનગર ભાજપ આઈ.ટી.સેલના કો- કન્વીનરપદેથી રાજીનામું આપનાર પાર્થેશ પટેલ એક મહિના પછી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના આઈ.ટી.ઈન્ચાર્જ તરીકે કોંગ્રેસમાં પ્રવેશ્યા છે ! સોશિયલ નેટર્વિંકગમાં ભાજપ અને મોદીના સાઈબર ફેસ તરીકે જાણીતા થયેલા ૨૪ વર્ષના એડમિન બાપુની છાવણીમાં બેસતા ફેસબુક, ટ્વિટરની યંગબ્રિગેડમાં રીતસર સાયબર વોર ફાટી નિકળી છે.

નરેન્દ્ર મોદીની પ્રતિભાથી આકર્ષાઈને પાર્થેશ પટેલ ૧૦ ગ્રૂપ, ૯ પેઈજ અને ૪ આઈ.ડી. દ્વારા તેમનું ફેસબૂક, ઓર્કુટ અને ગુગલ પ્લસ પર વૈશ્વિક સ્તરે પ્રમોશન કરતા હતા. પાર્થેશ પટેલ સામે ભાજપમાં ઈર્ષાની આગે બળતા આઈટી સેલના એક જૂથે હેકર્સની ટીમ કામે લાગી હતી. ઉચ્ચસ્તરે રજૂઆતો કર્યા બાદ કોઈ પરિણામ નહીં આવતા ‘મોદીનું ગુજરાત’ ફેઈમ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.

ગઈકાલે તેમણે ફેસબૂક પર ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના આઈટી ઈન્ચાર્જ તરીકે જોડાવાની જાહેરાત કરતા સોશિયલ મિડિયાની વેબસાઈટ પર સાયબર વોર ખેલાયું છે. ફેસબૂક પર ”નરેન્દ્ર મોદી ફેન ક્લબ” અને ”મોદીનું ગુજરાત” જેવા ગ્રૂપ અને પેઈજ દ્વારા મોદીસેના, મોદી બ્રિગેડ, આર્મી જેવા ગ્રૂપને ઉત્તેજન આપનાર પાર્થેશ પટેલના એડમિનવાળા પેઈજને ૯૧,૦૦૦થી વધુ લાઈક મળી છે. અને સોશિયલ નેટર્વિંકગ સાથે સંકળાયેલા ૧૪ લાખથી વધુ લોકો દર સપ્તાહે આ પેઈજની વિઝિટ કરે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ મિડિયા પર પ્રમોટ કરવા માટે ચલાવતા આવા તમામ પેઈજમાં હવે ‘બાપુનું ગુજરાત’ અને ‘રિયલ ગુજરાત’ જેવા ગ્રૂપમાં કન્વર્ટ કરીને ભાજપમાં ચાલતી પોલંપોલ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાયબર ફંડાનું પોલખોલ અભિયાન ચાલુ કરવા પાર્થેશ અને તેમની ટીમ તૈયાર હોવાનું વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

Read More