ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.
નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ માહિતીઓ સંપૂર્ણપણે ખોટી છે.
પાર્થેશ પટેલે કહ્યું કે, કોરોનામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતા હવે તેમણે WhatsApp University પર છુપ્પી રીતે ખોટી માહિતીઓ ફેલાવી રહ્યું છે.
આધિકારિક સોશીયલ મીડીયા હેન્ડલસ પરથી પણ ખોટી માહિતી ફેલાવી લોકોને ગુમરાહ કરવાનો ગોરખધંધો શરૂ કર્યો છે.
હજુ ગઈકાલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના મંત્રીઓ ખોટી અને બનાવટી ટૂલકિટ ફેલાવતા ઝડપાયા હતા.
ભાજપના આ જુઠ્ઠા પ્રચાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મીડિયા અને IT ઇન્ચાર્જ એ પુરાવા સાથે ભાજપના એક એક જૂઠનો પર્દાફાસ કર્યો છે.