ગુજરાતની ભાજપ સરકારે કોરોના વેક્સિન અંગે જારી કરેલો ફેક્ટ ચેક વીડિયો જ ફેક (ખોટો) સાબિત થયો હોવાનું પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના મીડિયા અને આઇટી ઇન્ચાર્જ પાર્થેશ પટેલે (Parthesh Patel Blame BJP)દાવો કર્યો છે. પાર્થેશે રુપાણી સરકાર પર કોરોનાએ પોલ ખોલી નાખતા ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો છે.
પાર્થેશ પટેલે જણાવ્યું કે
“ગુજરાત ભાજપે આજે સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મ્સ પર વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ માહિતીઓ સંપૂર્ણપણે ખોટી છે.”
શંકરસિંહ બાપુના આઇટી ઇન્ચાર્જે વધુમાં જણાવ્યું કે કોરોનામાં ભાજપ સંપૂર્ણપણે નિષ્ફળ રહેતા તેણે હવે WhatsApp University પર છૂપી રીતે અને પોતાના અધિકારિક મીડિયા હેન્ડલ થકી ખોટી માહિતીઓ ફેલાવી લોકોને ગુમરાહ કરવાનો ગોરખધંધો શરુ કર્યો છે. જેમાં હજુ ગઇકાલે જ ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રીઓ બનાવટી ટૂલકિટ ફેલાવતા ઝડપાયા હતા.