ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પ તરીકે છેલ્લા કેટલાક દિવસથી જનવિકલ્પ મોરચાએ લોકોમાં પ્રચાર શરૂ કર્યો છે. આ મોરચા દ્વારા કરાયેલી જાહેરાતમાં ધ્યાનાકર્ષક વાત એ છે કે, મોરચો રાજ્યના નવા નોંધાયેલા 60 લાખ મતદારો જો મત આપશે તો તે સૌને એક 4જી ફોન પ્રોત્સાહન તરીકે ભેટમાં આપશે. તાજા જ જન્મેલો જનવિકલ્પ મોરચો સાડા ત્રણ મહિનામાં આવનારી ચૂંટણીમાં સરકાર કેવી રીતે બનાવશે તે યક્ષ પ્રશ્ન છે.
ત્યારે ચર્ચા ચાલી રહી છે કે, જો સરકાર જ ન બનવાની હોય તો પછી કંઈ પણ વાયદા કરવામાં શું જાય છે. બાપુના એડ્વાઈઝર તરીકે છેલ્લા 4 વર્ષથી કામ કરી રહેલા પાર્થેશ પટેલ અને તેમનાં પત્નીએ જનવિકલ્પ મોરચાના ફાઉન્ડર તરીકે જવાબદારી સંભાળી છે. પાર્થેશ પટેલે કહ્યું કે, હાલ શંકરસિંહ જનવિકલ્પ સાથે સીધી રીતે જોડાયેલાં નથી. પણ જરૂર પડશે તો બાપુની સલાહ સૂચન ચોક્કસથી લઈશું.